Tractor Sahay Yojana 2023 : ટ્રેક્ટર સહાય યોજના 2023 , ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Tractor Sahay Yojana 2023 : રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે, ઘણી વખત ખેતી ખેડવા માટે ટ્રેક્ટર ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ટ્રેક્ટર વાહન વસાવી શકે તે હેતુથી સને 2023-24 થી રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટર વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ટ્રેક્ટર સહાય યોજના 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

ટ્રેક્ટર સહાય યોજના 2023 વિગતો

યોજનાનું નામટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુબાગાયતી યોજનાઓ
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in
છેલ્લી તારીખ31/05/2023
મળવાપાત્ર લાભઅનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
જાતિ મુજબ લાભસામાન્ય /અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને

ગુજરાતમાં ટ્રેક્ટર સબસિડી યોજના 2023

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) વગેરે પર સહાય આપવામાં આવે છે. Tractor Sahay Yojana Subsidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું

જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  3. કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર
  4. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

ટ્રેક્ટર સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી ટ્રેક્ટર સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  1. જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  2. સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  3. જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  4. આધારકાર્ડ ની નકલ
  5. બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  6. વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)

ટ્રેક્ટર સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયાHow to Apply for Tractor Sahay Yojana Online Registration Process

 ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ બાગાયતી યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 17 – “ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ
વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
બાગાયતી યોજના ૨૦૨૩ : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Tractor Sahay Yojana Sahay Yojana 2023

ટ્રેક્ટર સહાય યોજનામાં અરજદારે 22/04/2023 થી 31/05/2023 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

મહત્વપૂર્ણ લિંક :

આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Tractor Sahay Yojana 2023

ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી 31 મે 2023 છે

ટ્રેક્ટર સહાય યોજના સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ટ્રેક્ટર સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Tractor Sahay Yojana 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો