Bagayati Yojana 2023 : બાગાયતી યોજના 2023 : ગુજરાત સરકારશ્રી દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવેલ છે. રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તા. 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.
બાગાયતી યોજના 2023
રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે.
બાગાયતી યોજના ૨૦૨૩
યોજનાનું નામ | બાગાયતી યોજના 2023 |
યોજનાનો ઉદ્દેશ્ય | બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
અરજી કરવાનો પ્રકાર | Online |
જાતિ મુજબ લાભ | સામાન્ય ખેડુત , અનુસુચિત જનજાતિ ખેડુત , અનુસુચિત જાતિ ખેડુત , અનુ.જાતિ ખેડુત |
સત્તાવાર વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
આ પણ વાંચો : કુંવરબાઈનું મામેરુ યોજના 2023, ઓનલાઈન અરજી ફોર્મ
બાગાયતી યોજનાઓનું લિસ્ટ 2023
- ઘનિષ્ઠ ફળપાક વાવેતર
- વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક
- ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
- હાઈબ્રીડ શાકભાજી વાવેતર
- છુટા ફુલપાક
- કેળ (ટીસ્યુ) અને પપૈયા
- કાચા/ અર્ધપાકા/ પાકા મંડપ
- જૂના બગીચાઓનું નવીનીકરણ
- પ્લાસ્ટીડ આવરણ (મલ્ચીંગ)
- કોમ્પ્રીહેન્સીવ હોર્ટીડલ્ચર ડેવલપમેન્ટ
- મિશન મધમાખી કાર્યક્રમ
- કમલમ ફળ (ડ્રેગનફૂટ) માં સહાય
- ગ્રીન હાઉસ / નેટહાઉસ
- પ્લગ નર્સરી / નર્સરી
- પક્ષી / કરા સામે સંરક્ષણ નેટ
- પ્રાઈમરી / મોબાઈલ / મીનીમલ
- પ્રોસેસીંગ યુનિટ
- મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા
- ટ્રેકટ૨ ( ૨0 PTO HP સુધી )
- પાવર ટીલ૨ ( ૮ BHP થી વધુ )
- ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર
- ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
- નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના
- રાઇપનીંગ ચેમ્બર
- કોલ્ડ સ્ટોરેજ
- કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
આ ઉપરાંતના અન્ય વિવિધ ઘટકોમાં સહાય મેળવવા ખેડુતો અરજી કરી શકશે.
આ પણ વાંચો : Talati Exam Update : તલાટીની પરીક્ષાને લઇ સૌથી મોટા સમાચાર, હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી અગત્યની જાણકારી
ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ લઈ જરૂરી સાધનિક કાગળોસહ જે તે જીલ્લાની નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
Bagayati Yojana 2023