Vahali Dikri Yojana 2023 : વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Vahali Dikri Yojana 2023 : વ્હાલી દીકરી યોજના 2023, વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાતમાં દીકરીઓના જન્મના દરમાં વધારો કરવા, દીકરીના માતા પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા રાજ્ય સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.

વ્હાલી દીકરી યોજના 2023

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના ગુજરાત 2023 (Vahali Dikri Yojana in Gujarati 2023 )
લાભાર્થીઓગુજરાત ની દીકરીઓ
માહિતીની ભાષાગુજરાતી
યોજના હેતુગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમ₹ એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
સત્તાવાર વેબસાઇટhttps://wcd.gujarat.gov.in/

વ્હાલી દીકરી યોજનાનો હેતુ

વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે, આ વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે. 

વ્હાલી દીકરી યોજનામાં સહાયની રકમ ??

  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
 સૂરત પીપલ્સ બેન્કમાં કલાર્કની ભરતી 2023
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

વ્હાલી દીકરી યોજના માટે પાત્રતાની વિગતો

  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  •  દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  •  અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  •  બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો યાદી

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  •  વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

મહત્વપૂર્ણ લિંક :

 સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વ્હાલી દીકરી યોજનામાં કેટલી સહાય મળશે ?

આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની દીકરીઓને ₹1,10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે. 

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાંથી મળશે ?

આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO  કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે વહાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા છે.

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો