Pandit Dindayal Awas Yojana 2023 : પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, ઓનલાઈન અરજી ઈ સમાજકલ્યાણ પોર્ટલ પર


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Pandit Dindayal Awas Yojana 2023 : પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી- વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. સદરહુ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalvan.gujarat.gov.in પોર્ટલ પર તા.૦૧/૦૫/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

યોજનાનું નામપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
છેલ્લી તારીખ31/05/2023
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in
લાભરૂ.1,20,000 ની મકાન સહાય
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદેશ :

 • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ,આર્થિક પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે. વિચરતી-વિમુક્ત જાતિ માટે લંક્ષ્યાક પુર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે.
 • આ સમયગાળા દરમ્યાન જે જિલ્લામાં લંક્ષ્યાક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે. જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું.
 • નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ની આ યોજનાની જે જિલ્લાઓમાં ઓનલાઈન પડતર અરજીઓ છે તેવી અરજીઓ આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે. જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલ હતી અને અરજી મંજુર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારો ફરીથી અરજી કરવાની રહેશે નહી.
 • વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ ૨૦૨૩-૨૪ ના જે તે જિલ્લાના લંક્ષ્યાકને સિધ્ધ કરવા માટે પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાને લેવામાં આવશે.

ગુજરાત પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 નો લાભ કોણ કોણ લઈ શકે ?

 1. જે તે જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો જે સંપુર્ણ ડોક્યુમેન્ટવાળી અરજીઓને હશે તેને જ ધ્યાને લેવામાં આવશે અને અધુરા ડોક્યુમેન્ટવાળી અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહી. જેથી સંપૂર્ણ માગેલ વિગતો સહીત અરજી કરવાની રહેશે.
 2. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરીડોક્યુમેન્ટ પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે. અરજીની હાર્ડકોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી. પરંતુ જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જ્યારે ઓરીઝનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના/ આપવાના રહેશે.
 3. અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહી હોય અથવા અપૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદ (નામંજુર) ગણાશે.
 4. અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.
 5. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- થી વધુ હોવી જોઇએ નહી.
 6. અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઇ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઇએ નહિ.
 7. આ યોજનનો લાભ કુટુંબમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.
 8. ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુંટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે.
 9. અરજદાર દ્વારા ઓનલાઇન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા વેબસાઇટ જોતા રહેવું.
 10. અરજી મંજુર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે. જે અંગે બીજો કોઇ હક્કદાવો કરી શકાશે નહીં.
 11. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામકશ્રી/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસતી જાતિ) ની કચેરીમાંથી પણ મળી રહેશે.
 12. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય કેવી રીતે મળશે ?

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માં લાભાર્થીઓને કુલ 1 લાખ 20 હજાર ની સહાય મળશે.

 • પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે. જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
 • બીજો હપ્તો રૂ. 60,000 રૂપિયાનો આપવાં આવશે. આ હપ્તો મકાનનો હપ્તો લેટર લેવલ સ્તરે પહોંચતા જ મળશે.
 • ત્રીજો અને અંતિમ હપ્તો રૂ. 20,000 રૂપિયાનો આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.
 • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.
વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
બાગાયતી યોજના ૨૦૨૩ : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પાત્રતાના માપદંડ

 • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/-
 • શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/ રાખવા ઠરાવેલ છે . 

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો :

 • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
 • આવકનો દાખલો
 • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
 • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
 • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
 • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
 • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
 • BPLનો દાખલો
 • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
 • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
 • પાસબુક / કેન્સલ ચેક
 • અરજદારના ફોટો

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 202ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા :

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.

 • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જવું પડશે
 • તમારી સામે હોમ પેજ ખુલશે
 • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
 • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
 • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો
આયુષ્યમાન ભારત યોજના સરકારી અને ખાનગી હોસ્પિટલ લિસ્ટ
જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટેની મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાતઅહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
પ્રશ્નો હોય તો તેના જવાબઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Aavas Yojana 2023

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2023 છે

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના સત્તાવાર વેબસાઈટ કઈ છે?

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Aavas Yojana 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો