Talati Exam Update : તલાટીની પરીક્ષાને લઇ સૌથી મોટા સમાચાર, હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી અગત્યની જાણકારી


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Talati Exam Update : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ઈન્ચાર્જ હસમુખ પટેલે ટ્વિટ કરીને તલાટીની પરીક્ષા અંગે મહત્વની જાણકારી આપી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.

તલાટીની પરીક્ષાને લઇ સૌથી મોટા સમાચાર

અંગૂઠાની તથા ઉમેદવારની સહી પ્રશ્નપત્ર વહેંચતા પહેલા થઈ જાય તેવું આયોજન કરવામાં આવશે. વર્ગખંડ નિરીક્ષક ની સહી પ્રશ્નપત્ર વહેચ્યા બાદ કરવામાં આવશે જેથી તેઓ પ્રશ્નપત્રની સીરીઝ બરાબર લખાયેલ છે કે કેમ તેની ખાતરી કરી શકે આમ કરવા માટે ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચવું પડશે.

તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ 2023

આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”. ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૨૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

તલાટી પરીક્ષા તારીખ કઈ છે ?

તલાટી પરીક્ષા તારીખ 7 મે 2023 છે

તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=# છે

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો