GSRTC Bus Name : બસના બોર્ડ ઉપર નર્મદા , તાપી , અમુલ, આવા શબ્દો કેમ લખેલા હોય છે?


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSRTC Bus Name : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC દ્વારા ગુજરાતમાં ચાલતી બસોની સંચાલન કરે છે , તમે એવું વિચાર્યું જ હશે કે બસની ઉપર નર્મદા , તાપી , અમુલ, સોમનાથ, પાવાગઢ, ,આશ્રમ આવા શબ્દો કેમ લખેલા હોય છે? આ આર્ટિકલ માં અમે તેમના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું.

ગુજરાત ST બસની માહિતી

ગુજરાતમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC દરરોજ એક્સપ્રેસ અને લક્ઝરી બસ સેવાઓ પૂરી પાડે છે તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તથા વિકલાંગ લોકો માટે આ st બસ સુવિધા પૂરી પાડે છે. આ st બસની જાળવણી માટે ઘણા બધા ડેપો આવેલા છે. આ GSRTC ઓનલાઈન ટિકિટ, સીટોનું એડવાન્સ બુકિંગ અને રિઝર્વેશન ની સુવિધાઓ પણ ઉપલબદ્ધ છે. તેમજ તેમની એપ્લિકેશન પણ આ બધી સુવિધા રાખવામા આવી છે.

GSRTC ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો, આગામી સત્રના અભ્યાસ કરવા માટે કામ લાગશે

આ બસોની ઉપર આવેલા નામ

આ બસોમાં ઉપર આપેલા નામ તેમના વિસ્તાર મુજબ આપવામાં આવે છે જે આપણે નેચે પ્રમાણે જોઈએ.

  1. અમદાવાદ વિભાગની બસ પર “આશ્રમ” નામ લખેલું જોવા મળે છે.
  2. અમરેલી વિભાગની બસ પર “ગિર” નામ લખેલું જોવા મળે છે.
  3. ભરુચ વિભાગની બસ પર “નર્મદા” નામ લખેલું જોવા મળે છે.
  4. ભાવનગર વિભાગની બસ પર “શેત્રુંજય” નામ લખેલું જોવા મળે છે.
  5. ભૂજ વિભાગની બસ પર “કચ્છ” નામ લખેલું જોવા મળે છે.
  6. ગોધરા વિભાગની બસ પર “પાવાગઢ” નામ લખેલું જોવા મળે છે.
  7. હિમ્મતનગરની બસ પર “સાબર” નામ લખેલું જોવા મળે છે.
  8. જામનગર વિભાગની બસ પર “દ્વારકા” નામ લખેલું જોવા મળે છે.
  9. જુનાગઢ વિભાગની બસ પર “સોમનાથ” નામ લખેલું જોવા મળે છે.
  10. મહેસાણા વિભાગની બસ પર “મોઢેરા” નામ લખેલું જોવા મળે છે.
  11. નડિયાદ વિભાગની બસ પર “અમુલ” નામ લખેલું જોવા મળે છે.
  12. પાલનપૂર વિભાગની બસ પર “બનાસ” નામ લખેલું જોવા મળે છે.
  13. રાજકોટ વિભાગની બસ પર “સૌરાષ્ટ્ર” નામ લખેલું જોવા મળે છે.
  14. સુરત વિભાગની બસ પર “સૂર્યનગરી” નામ લખેલું જોવા મળે છે.
  15. વડોદરા વિભાગની બસ પર “વિશ્વામિત્રી” નામ લખેલું જોવા મળે છે.
  16. વલસાડ વિભાગની બસ પર “દમણ ગંગા” નામ લખેલું જોવા મળે છે.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

GSRTC Bus Name

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો