Free Silai Machine Yojana 2023 : ફ્રી સિલાઈ મશીન યોજના 2023 | કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય દ્વારા માનવ કલ્યાણ યોજના શરૂ કરેલ છે જેમાં ફ્રી સિલાઈ મશીન યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું,આજે આપણે આ આર્ટિકલના માધ્યમથીફ્રી સિલાઈ મશીન યોજના 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
ફ્રી સિલાઈ મશીન યોજના 2023
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
વિભાગનું નામ | કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય |
લાભાર્થી | ગુજરાત ના તમામ નાગરિક |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર પોર્ટલ | e-kutir.gujarat.gov.in |
અરજી શરૂ તારીખ | 01/04/2023 |
મળવાપાત્ર લાભ | સિલાઈ મશીન |
ફ્રી સિલાઈ મશીન યોજના 2023 નો હેતુ
ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ ફ્રી સિલાઈ મશીન મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીન મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.
ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
આ ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
- આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર 18 વર્ષ થી 60 વર્ષની હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
- .અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો |
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ |
ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: e-kutir.gujarat.gov.in
- ઈ કુટિર પોર્ટલ પર નોંધણી કરાવવા માટે નવા યુઝર / “નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે “સોસાયટી/એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
- નોંધણી તમે આ ફોર્મને ઈ-કોટેજ પોર્ટલ પર રજીસ્ટર કરી શકો છો.
બધી જરૂરી માહિતી ભરો. - પ્રથમ લોગિન પછી અરજદારની અન્ય અંગત વિગતો ભરવાની રહેશે
- યોજના માટેની અરજી
- એપ્લિકેશન પ્રિન્ટ
મહત્વપૂર્ણ તારીખ
એપ્લિકેશન શરૂ થવાની તારીખ | 01/04/2023 |
મહત્વપૂર્ણ લિંક
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Free Silai Machine Yojana 2023
ફ્રી સિલાઈ મશીન યોજનામાં અરજી કરવાની શરૂ તારીખ કઈ છે ?
ફ્રી સિલાઈ મશીન યોજનામાં અરજી શરૂ તારીખ 01 એપ્રિલ 2023 છે
ફ્રી સિલાઈ મશીન યોજના સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ફ્રી સિલાઈ મશીન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/Index.aspx છે
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
Free Silai Machine Yojana 2023