SBI Balance Check : જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં ખાતું છે તો આ રીતે ચેક કરો બેલેન્સ તમારા મોબાઈલથી, જાણી લો અગત્યની માહિતી


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

SBI Balance Check : જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIમાં છે તો તમે તમારા મોબાઈલથી તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કઈ રીતે કરવાનું જેની આ આર્ટિકલ માં સંપૂર્ણ માહિતી મેળવીશું, ચાલો આજે આ આર્ટિકલમાં આપણે SBI એકાઉન્ટમાં બેલેન્સ ચેક કેવી રીતે કરી શકાય તે અંગે માહિતી સ્ટેપ વાઇસ જોઈશું.

માત્ર મિસ્ડ કોલથી બેલેન્સ SBI બેંકમાં ચેક કરવું?

તમે તમારા બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIમાં સાથે જોડાયેલા (બેંકમાં રજિસ્ટર્ડ) મોબાઈલ નંબરથી બેંકના આ નંબર પર 092237 66666 મિસ્ડ કોલ કરીને તમારા SBI એકાઉન્ટ નું બેલેન્સ ચેક કરી શકો છો, માટે તમારે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવાના રહેશે

  • તમારા ભારતીય સ્ટેટ બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ કરાવેલા મોબાઈલ નંબર પરથી 092237 66666 પર કોલ (ફોન) કરો.
  • ત્યાં ફક્ત એક વખત રિંગ વાગી ને તમારો કોલ ઑટોમૅટિક કપાય જશે
  • થોડી જ સેકન્ડમાં તમારા મોબાઈલ પર ભારતીય સ્ટેટ બેંક તરફથી ટેક્સ્ટ મેસેજ ( Text Message )આવશે, જેમાં તમારા અકાઉન્ટમાં હાલનું તમામ બેલેન્સની માહિતી લખેલ હશે
  • ભારતીય સ્ટેટ બેંક તરફથી આવેલા ટેક્સ્ટ મેસેજમાં તારીખ, સમય અને અકાઉન્ટ નંબર બાદ તમારા ખાતામાં ઉપસ્થિત બેલેન્સની માહિતી લખેલી હશે.

માત્ર મેસેજ મોકલીને SBI બેંકમાં બેલેન્સ ચેક કરવું?

  • તમે તમારા એકાઉન્ટ સાથે લિન્ક કરેલા મોબાઈલ નંબરથી ટેક્સ્ટ મેસેજ ( Text Message ) મોકલીને પણ બેલેન્સ ચેક કરી શકો છો.
  • મેસેજ તમારે આ નંબર પર મોકલવાનોરહેશે 092234 88888.

SBIની વેબસાઇટ પર બેલેન્સ ચેક કરવું :

તમે તમારા ભારતીય સ્ટેટ બેંક એકાઉન્ટ સાથે નેટબેન્કિંગની સુવિધા ચાલુ કરાવીને તમે ઘરે બૈઠા SBIની વેબસાઇટ પર લૉગઇન કરીને પણ પોતાનું બેલેન્સ ચેક કરી શકો છો. તમે તમારા SBI એકાઉન્ટનું બેંક સ્ટેટમેન્ટ સાથે અન્ય ડિટેલ્સ પણ જોઈ શકો છો.આ માટે તમારે નેટ બેન્કિંગ ની સર્વિસ ચાલુ કરાવાની રહેશે.

  • સૌ પ્રથમ તમારે ગૂગલ માં https://www.onlinesbi.com સર્ચ કરવાનું રહેશે
  • જ્યાં તમને SBIની ઓફીસીઅલ વેબસાઇટ આવશે. SBI Website : https://www.onlinesbi.com
  • પછી તમારે પર્સનલ બેન્કિંગવાળા સેક્શનમાં LOGIN બટન પર ક્લિક કરો.
  • ફરી એક વખત Continue to Login પર ક્લિક કરવાનું રહેશે.
  • તમે તમારા યુઝરનેમ અને પાસવોર્ડની મદદથી Login કરવાનું રહેશે
  • લોગીન થઈ ગયા બાદ તમારા Profile ટેબમાં Account summary નું બટન દેખાશે, જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે ત્યાં Check Here Balanceના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાની સાથે જ તમને તમારા SBI એકાઉન્ટમાં હાલનું ઉપસ્થિત બેલેન્સની જાણકારી તમારા મોબાઈલ / કોમ્પ્યુટર સ્ક્રીન પર આવી જશે.

YONO SBI APP પર બેલેન્સ ચેક કરવું:

SBIએ પોતાના ગ્રાહકોને બેંક એકાઉન્ટ ની તમામ સેવાઓ મોબાઇલના પર ઉપલ્ભ કરાવવા માટે YONO SBI APP લોન્ચ કરી છે, આ YONO SBI એપની મદદ થી તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો, સાથે તમે પાસબુક પણ જોઈ શકો છો. જેમાં તમારા ખાતાના સ્ટેટમેન્ટની માહિતી અને તમારી પર્સનલ માહિતી પણ જોઈ શકો છો.

  • સૌ પ્રથમ તમારે એન્ડ્રોઇડ મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો
  • ત્યાં જઈ YONO SBI APP સર્ચ કરવાનું રહેશે
  • YONO SBI એપ ડાઉનલોડ કરી ઓપન કરો.
  • View Balanceના બટન પર ક્લિક કરો.
  • તમારે 6 ડિજિટની MPIN કે User ID અને પાસવોર્ડની મદદથી Account Login કરો.
  • એકાઉન્ટ ચકાસણી થયા બાદ YONO એપથી તમે તમારા અકાઉન્ટનું બેલેન્સ તમારી મોબાઈલ સ્કીનમાં જોવા મળશે.
  • આ રીતે તમે મિત્રો તેમજ સગા સંબંધીનું બેલેન્સ ચેક કરી શકો છો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો