Ambalal Patel Agahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની કરી મોટી આગાહી, વાંચો સંપૂર્ણ માહિતી


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Ambalal Patel Agahi : સામાન્ય રીતે વર્ષનું ચોમાસું કેવું રહે તે માટેની આગાહી અલગ-અલગ રીતે કરવામાં આવતી હોય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ટિટોડીના ઈંડા પરથી ચોમાસાની કરી મોટી આગાહી , ખાસ કરીનેતો આપણા જુના ગઈઢાઓ ટિટોડી ઈંડા ક્યાં મૂક્યાં છે તેના પરથી ચોમાસુ કેવું રહશે તેનું અનુમાન લગાવતા.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની કરી મોટી આગાહી

અહીં તમને જણાવી દઈએ કે ટિટોડી એ એવું પક્ષી છે જે ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું હોય છે. સામાન્ય રીતે પક્ષીઓની સંવેદનાઓ અને તેની ઉત્તેજના પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ટિટોડી એ સામાન્ય રીતે પોતાના ઈંડા જમીન પરજ મુક્તિ હોય છે. અને તે તમને સામાન્ય રીતે જમીન પર જ ફરતું જોવા મળશે. નિષ્ણાંતોનું કહેવું છે કે ટીટોળી એ પોતાના ઈંડા કઈ જગ્યાએ મૂક્યા છે અને તે કેટલી ઊંચી પર છે, અને સાથે સાથે કેટલા ઈંડા મૂક્યા છે, આ સિવાય તે ઈંડા કયા મહિને મુકવામાં આવ્યા છે તેના પર થી વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ટિટોડી જો અષાઢ મહિનામાં ચાર ઈંડા મૂકે તો આના પરથી એવું નક્કી કરવામાં આવે છે કે વરસાદ ચારેય મહિનામાં સારો પડશે, જો ટીટોળી એક ઈંડુ મૂકે તો એવું કહેવામાં આવે છે કે અષાઢમાં મહિનામાંજ વરસાદ પડશે, બે ઈંડા મૂકે તો એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં વરસાદ પડશે, ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા માસમાં વરસાદ પડશે અને જો ચાર ઈંડા મૂકે તો એવું કહેવાય છે કે ચારેય મહિના વરસાદ સારો જ પડશે.

આ પણ વાંચો

ઇન્ડિયન નેવીમાં 372 જગ્યાઓ માટે ભરતી 2023, અહીંથી કરો અરજી
ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો, આગામી સત્રના અભ્યાસ કરવા માટે કામ લાગશે

તેઓએ વધુમાં માહિતી આપતા કહ્યું કે જો ઈંડાની અણીઓ નીચે રહે તો સારો એવો વરસાદ પડી શકે છે, અને જો ટિટોડી ઊંચા સ્થાન પર પોતાના ઈંડા મૂકે તો એવું માનવામાં આવે છે કે ચોમાસું ખુબજ સારામાં સારું રહશે. આ સિવાય તેઓએ જણાવ્યું કે જો ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહી શકે છે.

જો કે આ વર્ષે ટીટોળીએ ચાર ઈંડા મુક્યા છે અને એ પણ ઉપર તરફ આથી આ વર્ષે ચોમાસુ સારું રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થાય છે. ચકલી ધૂળમાં નાહી તો પણ સારો વરસાદ થાય છે અને ચોમાસામાં મોર બોલે તો પણ વરસાદ સારો થાય છે. એટલે પક્ષીઓની ચેષ્ટા પર તેમના અવાજ પરથી ચોમાસું કેવું રહેશે તેનું પણ તારણ કાઢી શકાય છે.

મહત્વપૂર્ણ લિંક : Ambalal Patel Agahi

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Ambalal Patel Agahi

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો